કોઈ આવનાર છે—ગની દહીંવાલા

કોઈ આવનાર છે—ગની દહીંવાલા

પ્રત્યેક શ્વાસ કહી રહ્યો કે કોઈ આવનાર છે,

જાવું હો જિંદગી, તો જા, મુજને લગીર વાર છે.

મારી વિપદને કોઈની જીભ ઉપર મૂકી જુઓ,

લોકની આંખ જે કહે, એજ કથાનો સાર છે.

ઝીલી પ્રહાર નિત્યના રંગ ધરે છે જિંદગી,

એક રીતે વિચિત્રતા આપની , ચિત્રકાર છે.

જોઈને ખુશમિજાઝમાં હિતચિંતકો ડરો નહીં,

મારા સતત રૂદનનો આ નવો પ્રકાર છે.

વિરહમાં માર હાલ પર પ્રકુતિએ રુદન કર્યું,

રાતનાં અશ્રુઓ હતાં, લોક કહે તૃષાર છે.

લાગણીઓ શિશુ રહે ,બુધ્ધિ ભલેને પીઢ હો,

જીવી રહ્યો છું એ સમય સાંજ નથી, સવાર છે.

નિત્ય-વ્યથાને જિંદગી ચિર શાંતિ મરણ કહે,

સત્યથી સાવ વેગળો જગમાં ‘ગની’ પ્રચાર છે.

 

Advertisements