ગુજરાતના કિલ્‍લા અને મહેલો

ગુજરાતના કિલ્‍લા અને મહેલો

 

ગુજરાતમાં આવેલા કિલ્‍લાઓ અને મહેલો તેના સ્‍થાપત્‍ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં હિન્‍દુ, મુસ્‍લિમ તેમજ યુરોપિયન સ્‍થાપત્‍યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં પૌરાણિક કિલ્‍લાઓ અને મહેલો ઐતિહાસિક સાંસ્‍કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્‍યને ઉજાગર કરે છે.

અમદાવાદ સ્‍થિત પ્રખ્‍યાત ભદ્રનો કિલ્‍લો મધ્‍યકાલીન સમયનો ભવ્‍ય ઐતિહાસિક સ્‍થાપત્‍યનો નમૂનો છે. જે. ઇ.સ. ૧૪૧૧ માં બાંધવામાં આવેલો. જેમાં હિન્‍દુ ધર્મના ‘મા’ સ્‍વરૂપ કાલી ‘મા’ નું સ્થાનક છે. મધ્‍યકાલીન યુગમાં ભદ્રના કિલ્‍લામાં પ્રવેશ માટે ત્રણ દરવાજાની ઇમારત રજવાડી પ્રવેશદ્વાર ગણાતું હતું. ગુજરાતમાં અસંખ્‍ય એવા કિલ્‍લાઓ વિવિધ સ્‍થળોએ આવેલાં છે. જે હિન્‍દુ, મુસ્‍લિમ અને યુરોપિયન કળા સ્‍થાપત્‍યની ઝાંખી કરાવે છે.

ગુજરાતમાં અસંખ્‍ય એવા કિલ્‍લાઓ વિવિધ સ્‍થળોએ આવેલાં છે. જે હિન્‍દુ, મુસ્‍લિમ અને યુરોપિયન કળા સ્‍થાપત્‍યની ઝાંખી કરાવે છે.
કિલ્‍લાઓ મહેલો
લખોટા કિલ્‍લો, જામનગર
પાવાગઢનો કિલ્‍લો, પંચમહાલ વડોદરા નજીક
ઉપરકોટ કિલ્‍લો, જૂનાગઢ
ડભોઇ કિલ્‍લો, નર્મદા બંધ તરફ જવા માટેનો મુખ્‍ય દરવાજો
જૂનો કિલ્‍લો, સૂરત
ભૂજીયા, ભૂજ
ઇલવા દુર્ગા, ઇડર
ધોરાજી કિલ્‍લો, પોરબંદર
ઓખા બંધ, દ્વારકા
ઝીંઝુવાડા કિલ્‍લો, કચ્‍છનું રણ
વિજય વિલાસ મહેલ, પાલીતાણા, ભાવનગર
આઇના મહેલ, (જૂનો મહેલ) અને પરાગ મહેલ
કુસુમ વિલાસ ભવન અને પ્રેમભવન ઉદેપુર
નવલખા મહેલ, રિવરસાઇડ મહેલ, ગોંડલ
દોલત નિવાસ મહેલ, ઇડર
આર્ટ ડેકો, મોરબી
દિગ્‍વીર નિવાસ મહેલ, વાંસડા, સૂરત
લક્ષ્‍મી વિલાસ મહેલ, નઝરબાગ મહેલ, પ્રતાપવિલા મહેલ, વડોદરા
રાજમહેલ, હવામહેલ, વઢવાણ, રણજીત વિલાસ મહેલ, વાંકાનેર
રણજીત વિલાસ મહેલ, વાંકાનેર

Advertisements