ગુજરાત વિષે જાણવા જેવું

મુખ્‍ય શહેરો અને સ્‍થળો

ભૌગોલિક તેમજ વ્‍યૂહાત્‍મક સ્‍થાન ધરાવતા ગુજરાતમાં વૈવિધતામાં બેજોડ છે. ગુજરાતનું ખમીર અને તેની સમૃદ્ધ સાંસ્‍કૃતિક વિરાસત તેના દરેક શહેરો અને સ્‍થળોના સ્થાપ્ત્ય કળા, સંગીત, સાહિત્‍ય, પ્રાદેશિક રીતરિવાજો, રાંધણકળા, મેળાની ઉજવણી અને તહેવારોની આસ્થામાં જોવા મળે છે.
ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધીજીના નામ સાથે જોડાયેલું ગાંધીનગર રાજ્યના મુખ્‍ય શહેર અમદાવાદથી ૩૨ કિ.મી. ના અંતરે આવેલું છે. દેશના શ્રેષ્‍ઠ અને હરિયાળા શહેરોની ગણતરીમાં તે ગૌરવવંતુ સ્‍થાન ધરાવે છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મુખ્‍ય શહેરો છે. જે તેમના સ્‍થાન, રીતરિવાજો, ઇતિહાસ, સ્‍થાપત્‍યો, સંસ્‍કૃતિ અને વિચારસરણી સાથે વિપુલ સંપત્તિ, સૌંદર્ય અને સુખસગવડ અને ત્યાંની જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે.
અહીંનું સામાજીક જીવન, વિવિધ સ્થાનિય ભાષ-બોલી, રિત-રીવાજો, તહેવારો, ઉત્‍સવો, પહેરવેશ, ખાણીપાણીનાં રિવાજો અને ગુજરાતના વિવિધ પ્રાંતોમાં રહેતા લોકોના રહેઠાણોની તેના વૈવિધતા સભર વારસાને ઉજાગર કરે છે.. ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે
ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.
ભાષા આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્‍ય ભાષા ગુજરાતી છે. અંગ્રેજી ભાષાને વ્‍યવસાયી સ્‍તરે સ્‍વીકારેલી છે. ઉપરાંત ગુજરાતમાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ તે ઉક્તિને પ્રમાણ માની ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્ર કચ્‍છ તેમજ મધ્‍ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ-જ્ઞાતિ-રિવાજ મુજબ બોલાય છે. સૌરાષ્‍ટ્ર – કચ્‍છમાં કાઠિયાવાડી અથવા કચ્‍છી બોલી બોલાય છે. તેવી રીતે મધ્‍ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે.
Advertisements