હસો અને હસાવો

પશાકાકા અવાર-નવાર શહેરમાં આવતાં જતાં પણ એમની પત્ની કંકુકાકી ને તો ભાગ્યેજ શહેરમાં જવા મળતું ! પશાકાકા , કંકુકાકીને લઈ એક વખત અમદાવાદ  શહેરમાં આવ્યા! બધે  ફરતાં, ફરતાં સાંજે પિકચર જોવાનું નક્કી કર્યું ! થિયેટરમાં પુરૂષોની ટીકીટ લેવામાં મોટી લાઈન હતી તેથી પશાકાકએ કંકુકાકીને કહ્યું કે  ” બૈરાની લાઈન ઓછી છે તો લે આ પૈસાને બે  ટિકીટ લઈ લે જે. કંકુકાકી તો લાઈન ઊભા રહી ગયાં.. એમનો વારો આવ્યો..એક મીનીટ થઈ.. બે મીનીટ થઈ .. પશાકાકા દૂર ઊભા હતા ને વિચારવા લાગ્યાં કે તેણીનો વારો આવ્યો છતાં ટીકીટ કેમ નથી લેતી ??..ત્યાં તો પેલા ત્યાંના લાલા એ કાકી નું કાડું પકડી લાઈન માંથી દૂર કર્યા!! કંકુકાકી તો હાંભળા,ફાંફળા ને ધુંધવાતા

પશાકાકા પાસે આવ્યાં! અલી ! કેમ તારો વારો આવ્યો તોય ટીકીટ કેમ ન લીધી? ” કંકુકાકી બોલ્યાં.. “બળ્યું તમારું અમદાવાદ, મેં પેલા ને કહ્યું કે મારે એક નહીં બે ટીકીટ લેવી છે તો તું  પાવલી ઓછી કર !એ બેરો સાંભળે તો ને !.. મેં એને એમ પણ કહ્યું કે અમારા ગામનો શાકભાજી વાળો એક કિલો ને બદ્લે બે કિલો મુળા લઈ એ તો પચાસ પૈસા ઓછા કરી દે, તું પાવલી ઓછી ન કરે ? મારો રોયો સાવ નકામો !!બૈરાને ધક્કા મારી બાર કાઢી !કોઈ લાજ શરમ વગરનું આ શહેર!! કાકી આગળ બોલે તે પહેલાંજ બાવડું જાલી થિયેટરની બહાર લઈ ગયાં… “આ શું શાક ભાજીની દુકાન છે ??????”

 

Advertisements