નર્ક નામનો સ્ટોર

અમેરીકાને આંગણે નર્ક નામનો સ્ટોર

પાપીયા જઇ ઉભા રહે ત્યારે ખુલે તેના ડોર

શોપિંગ માટે સ્ટોરમાં વિધવિધ હોય છે ભાગ

મળે બધું વ્યાજબી ભાવે પસંદગી રહે તમારી

સાવ સસ્તાઇમાં મળે પારકી પંચાત અને પળોજણ

દોઢ ડહાપણ સાથે મળે ફ્રી ઓફમાં ગેર સમજણ

અંધશ્રધ્ધા અને નાસ્તિકતા લારીઓ ભરી ભરી લીધા

ઝઘડા અને ખટપટ લીધા અન્યને કરવા સીધા

ઉત્પાત અને અશાંતી ડિસ્કાઉ ન્ટ રેટ હતા મળતા

એદીપણા અને આળસ પર મફત મળતી હતી અસફળતા

અવિવેક મળે વળી સ્વછંદતા ના પેકેજ ડીલમાં

બધુ હોંશે હોંશે લઇ દીધું રહ્યો નહીં જરાય ઢીલમાં

નિર્દયતા, નિષ્ઠુરતા અને જડતા મળતા હતા પાણીના ભાવે

લારીઓ ભરી લઇ લીધા થયું આ તો રોજ કામ આવે

બધું ખીંચોખીચ ભરી લીધું થયું જગ્યા ન રહી થોડી

શ્રાપ અને નિહાકા કેમ ખરીદવા દઉં છોડી

કાઉ ન્ટર પર જઇ પૂછ્યું કેટલું બીલ થયું છે મારું?

કેશીયર કહે થોડું પાપ લઇ લ્યો તે કહેવાય નર્કનું બારુ

આ મોટો લારી લઇ દોડો જરાય કરો મા ઢીલ

કોઇ ચિંતા કરો માં યમદુત આવી ચૂકવી દેશે બીલ

 

Advertisements