પેલા પંખીને જોઈ મને થાય

પેલા પંખીને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,
તો આભલે ઊડ્યા કરું,
બસ! ઊડ્યા કરું,
બસ! ઊડ્યા કરું!

ઘડિયાળમાં દસ વાગ્યા, મમ્મી ખોળવાને આવે,
પપ્પા ખોળવાને આવે, એશુ કયાં? એશુ કયાં?
પેલા ડુંગરાની ટોચે, મારી પાંખ જઈને પહોંચે!
મમ્મી ઢીંગલી જેવી! પપ્પા ઢીંગલા જેવા!.

Advertisements