મનમોહનસિંહ ને પત્ર.

માનનીય વડાપ્રધાન સાહેબ,

તમને પત્ર લખવાનું કારણ એટલું જ કે હવે ગળા સુધી આવી ગયું છે.

જનતાએ તમને જ્યારે ચુંટીને વડાપ્રધાનના પદે બેસાડ્યા ત્યારે જનતાની પણ તમારાથી થોડી ઘણી અપેક્ષાઓ હતી પણ જનતા બીચારી તો બીચારિ જ રહી ગઈ.

ગાંધીએ સામી છાતીએ ગોળી ખાધી ત્યારે શું એમના સ્વપ્નાનું ભારત આવું કલ્પ્યું હશે? શું ભગતસિંહ આવા ભારત માટે ફના થયા હસે ? જરાક એ બધા ક્રાંતિકારીઓની કુરબાનીઓનો તો ખ્યાલ કરો માનનીય વડાપ્રધાન સાહેબ.

તમારી સરકારમાંથી કહેવામાં આવે કે ” અમારી પાસે જાદુઈ દીવો છે કે તરત મોંઘવારી ને કાબુમાં લાવીએ.?” તો મને કહો કે પેલા પવાર પાસે શું જાદુ છે કે એની મરજી મુજબ ભાવમાં વધારા ઘટાડા કર્યા કરે છે?”

તમારા એક યુવામંત્રીતો છાસવારે ગરીબોના ઘરે રાતવાસો કરી આવે છે તો પણ તમને લોકોને ગરીબોની સમસ્યા તો સમજાતી નથી. તમારા રાજમાં ગરીબ માણસ બે ટંક રોટલા ભેગો થતો હશે કે કેમ એ સવાલ છે?

સાહેબ તમને વોટ આપતી વખતે લોકોએ ઘણાં સપના જોયા છે, એમની લાગણીની કદર કરજો.

તમારા રાજમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર ને કૌંભાંડોએ માઝા મુકી છે. તમને એક વિનંતી કરું છું ને કહુ છુ કે એક વાર તમને મળતી બધી જ સરકારી સવલતોનો અસ્વિકાર કરીને એક સામાન્ય માણસની જેમ ફક્ત એક મહીનો રહીને જોવો તો ખબર પડશે કે કેટલા વીસું સો થાય છે?

હું તો એક સામાન્ય માણસ છુ કે જેની આવક કરતા જાવક વધારે છે ને દર મહીને ખાડા કરવા પડે છે એટલે વધારે તો ખબર ના પડે પણ તમે ધારો તો ઘણું કરી શકો એમ છો.

 

માફ કરજો બીજી એક વાત કહેવાનું પણ મન થઈ જાય છે કે નામમાં સિંહ આવે છે તો જરાક સિંહ જેવું વર્તન પણ કરજો.

સાહેબ આ જનતા છે ને ચાલે છે ને ત્યાં સુધી ચલાવે છે પણ ધ્યાન રાખજો કે જે દીવસે બગડી ને તે દીવસે કપડાં પહેરવા જેવા પણ નહી રાખે માટે જનતાની લાગણીઓ સાથે રમવાનું બંધ કરો ને દેશ કલ્યાણ માટે પણ થોડું કરો તો સારું.

બીજો તમને એક સવાલ ” સૌથી વધારે પૈસા દેશની સુરક્ષા પાછળ વપરાય છે તો પેલા ત્રાસવાદી તાજ સુધી કેવી રીતે પહોંચ્યા ?”

સાહેબ બીજું કે પેલો કસાબ છે ને એને આટલી વીવીઆઈપી સગવડ નહી આપોને તો ચાલશે પણ મોંઘવારી  કંઇક કરો તો સારી વાત છે. કારણકે ત્રાસવાદીઓમાં તો એવી લોકવાયકા પ્રસરી ગઈ છે કે ભારતમાં તો બહુજ સારુ આપણું મિશન પુરું થાય તો આકા રાજી ને જો પકડાયા તો હવાલાતમાં ફાઈવ સ્ટાર મૌજ કરો, દરરોજ મનભાવતા ભોજન મળે છે.

સાહેબ હવે પત્ર પુરો કરું છું થોડી હૈયાવરાળ હતી તે કાઢી નાખી. ને ખોટું લાગ્યું હોય તો વધારે ખાજો , તમારે તો સરકારી પૈસે જ ખાવું છે ને?..

એક મોંઘવારી થી પીડાતો

સામાન્ય માણસ

 

Advertisements