jokes

હંફાવું કહે-દર્શક આચાર્ય

પાસ એની કઈ રીતે  જાવું કહે?

દૂર થઈને કેટલું થાવું કહે?

દોસ્ત સઘળું જયાં સમય સાથે વહે,

નાવ મારી કેમ થંભાવું કહે?

હો કુહાડી જ્યાં બધાના હાથમાં,

વૃક્ષ વિષે કોને સમજાવું કહે?

શ્વાસ લેતાં હાંફ ચડતો હોય જયાં,

કોઈને હું કેમ હંફાવું કહે?

મ્હેક હમણાં હુંય ફેલાવું બધે,

પણ નથી સહેલું પવન થાવું કહે?

દોસ્ત પૃથ્વી આખી ફરતી હોય જયાં,

હું ચરણને કેમ અટકાવું કહે?

Advertisements