એક ઝાડ માથે ઝુમખડું

એક ઝાડ માથે ઝુમખડું

ઝુમખડે રાતા ફૂલ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો…
એક સરોવર પાળે આંબલિયો

આંબલિયે ઝૂલતી ડાળ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો…
એક આંબા ડાળે કોયલડી

એનો મીઠો મીઠો સાદ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો…
એક નરને માથે પાઘલડી

પાઘડીયે ફૂમતા લાલ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો…
એક ભાલે કંકુ ચાંદલિયો

એના રાતા રાતા તેજ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો…

Advertisements