ખુશ રહો…

જીંદગી છે બહુ નાની તો પળ પળ માં ખુશ રહો…
ઓફીસમાં ખુશ રહો, ઘર માં ખુશ રહો…

આજે પનીરની સબ્જી નથી તો દાલ ફ્રાય માં ખુશ રહો…
રોટી છે થોડી કાચી તો પાપડમાં ખુશ રહો…

આજે દોસ્તો નો સાથ નથી તો ટી.વી. માં ખુશ રહો…
કોઈ પ્યારુ નથી પાસે તો ફોન કરીને ખુશ રહો…

આજે કોઈ નારાઝ છે તો તેના આ અંદાઝમાં ખુશ રહો…
જેને જોઈ નથી શક્તા એના અવાજ માં ખુશ રહો…

જેને મેળવી નથી શક્યા એની યાદમાં ખુશ રહો
કોઈને છે ફરીયાદ, એની ફરીયાદમાં ખુશ રહો…

ગઈકાલ તો જતી રહી, આજ ને કાલ માં ખુશ રહો
ઊપરવાળો જે હાલમાં રાખે એ હાલમાં ખુશ રહો…

સાથે જે છે એના સાથ માં ખુશ રહો,
હાથ માં જેનો હાથ છે એના હાથ માં ખુશ રહો
ભલે ઘણા હમસફર રસ્તે છોડી ગયા પણ
તમારા પોતાના સંગાથ માં ખુશ રહો…

Advertisements