વિઘ્નહર્તા ગણેશની ઉપાસના અને મંત્ર યંત્ર

વિઘ્નહર્તા ગણેશની ઉપાસના અને મંત્ર યંત્ર

 

ભારતીય સંસ્કૃતિમાં ગણેશ (ગણપતિ) આદ્યદેવ તરીકે પૂજાય છે. ભગવાન શંકર તેમના પિતા અને પાર્વતીજી તેમનાં માતા છે. દેવોના સ્કંદ કાર્તિકેય તેમના ભાઈ છે. તેઓ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી અને લક્ષ-લાભના પિતા છે. આ અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યારંભે થાય છે. તે વિઘ્નહર વિનાયક સર્વ વિઘ્નો હરી આરાધક અને મનોકામના પરિપૂર્ણ કરે છે.

ચાર વેદોમાં અને અઢારો પુરાણોમાં, સ્મૃતિઓમાં, ધર્મસૂત્રમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિ પૂજનનો મહિમા ગાવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે જ ગણપતિ પૂજાનો મહિમા સમગ્ર વિશ્વમાં વ્યાપક બન્યો અને સાહિત્ય તથા ધર્મના ગ્રંથોમાં એનું પ્રતિબિંબ પડયું. ભિન્ન ભિન્ન સ્વરૂપની ગણેશની મૂર્તિઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમસ્ત વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. ગામેગામ અને નગરે નગર, શહેરની ગલી, ગલી, સોસાયટી, અરણ્યો સરિતા અને સમુદ્ર તટો પર ગણપતિની મૂર્તિ પ્રસ્થાપિત અને પૂજિત થતી જોવા મળે છે.

ગણેશપૂજા પ્રત્યેક કાર્યના આરંભે થાય છે. ગણપતિ વ્રત કરવાવાળા સુદ અને વદ ચોથના દિવસે ગણપતિ પૂજા કરે છે જે ચોથ ત્રીજથી યુક્ત હોય તેને વ્રતના આરંભે પહેલી લેવી. આ દિવસે વિધિવત્ ગણપતિનું પૂજન કરવું. તેમના નામનું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો તેમ જ દુર્વાથી ગણપતિનું પૂજન કરવું.

સિદ્ધિવિનાયક ગણપતિ સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂર્ણ કરે છે. ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે, વૃત્રાસુરનો નાશ કરવા ઇન્દ્રે નળને શોધતાં, દમયંતીએ, સીતાની શોધ પૂર્વે રામચંદ્રજીએ, ગંગાવતરણ વખતે ભગીરથે, રુક્મિણી હરણ પૂર્વે ભગવાન કૃષ્ણને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણપુત્ર સામ્બે તેમ જ મહાભારત ગ્રંથ લેખન પૂર્વે ભગવાન વેદવ્યાસે ગણપતિનું પૂજન કર્યું હતું અને સૌએ પોતાની મનોકામના પરિપૂર્ણ કરી હતી.

ગણપતિની સુવર્ણની, ચાંદીની, તાંબાની, પંચધાતુ કે માટીની મૂર્તિ, આરસપહાણના પથ્થરની, સ્ફટિક, લાલ પથ્થર, વ્હાઈટ પથ્થરની મૂર્તિ વગેરે મૂર્તિની પૂજા થાય છે. ભાગ્યયોગે સફેદ આકડાના ગણપતિ મળી જાય તો તેનું પૂજન અતિ સિદ્ધપ્રદ મનાય છે.

ગણેશજીને નૈવેદ્યમાં ૮, ૧૮, ૨૮, ૧૦૦૮ કે ફક્ત ૫ (પાંચ) લાડુ તલમિશ્રિત, દક્ષિણા સહિત અર્પણ કરવા જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ગણપતિની પૂજા કરવી જોઈએ. ગણપતિ વિશે ઋષિમુનિઓએ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી છે અને આરાધનાના વિવિધ વિધિઓ દર્શાવ્યા છે તેમાં મુખ્યત્વે શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટોત્તરશત્ નામ, સંકટનાશનમ્ ગણેશ સ્તોત્ર,  ગણેશ  સહસ્ત્ર નામ વગેરે આદિ સ્તોત્ર છે.

ગણપતિ યંત્ર  વિધિ વિધાન:

કોઈ પણ માસની ચોથ અથવા ગણેશચોથના દિવસે યંત્ર સાધનાનો પ્રારંભ કરવો જોઈએ.

સર્વ પ્રથમ (એકાંત સ્થળ) પૂજા સ્થળને શુદ્ધ જળથી કે ગાયના છાણથી લીંપીને પવિત્ર કરવું. બાજઠ પર લાલ રેશમી કાપડ પાથરવું. તેના પર ગણપતિની મૂર્તિ અથવા ફોટો મૂકવો. પછી યંત્રની સ્થાપના કરવી. યંત્ર લાલ ચંદનથી અનારની કલમ બનાવીને ભોજપત્ર પર યંત્રલેખન કરવું. યંત્ર સ્થાપન કર્યા પછી તેની સામે પૂર્વ તરફ મુખ રહે તે પ્રમાણે બેસવું. સાધકે લાલ વસ્ત્ર પહેરવું. આસન પણ લાલ રેશમી કાપડનું બનાવવું. પછી નીચે જણાવેલ શ્લોક બોલવો. બંને હાથ જોડીને પ્રણામની મુદ્રામાં રહીને ધ્યાન ધરવું.

મંત્ર :

ચતુર્ભુજં રક્તતનું ત્રિનેત્રં
પાશાંકુશૌ મોદકપાત્રદંતૌ
કરૈર્દધાનં સરસીરુ હસ્થં
ગણાધિનાથં શશિચૂંડમીડે ।

હવે યંત્રને પંચામૃત અથવા ગંગાજળથી શુદ્ધ કરવા (છાંટા નાખવા). પછી દુર્વા, લાલ ચંદન, લાલ પુષ્પ, લાલ ચોખા ચડાવવા. દરેક વસ્તુ ચડાવતાં ‘શ્રી ગણેશાય નમ:’ બોલવું. ધૂપ-દીપ કરવા. ત્યાર બાદ મોદકનું નૈવેદ્ય મૂકવું (મોદક (લાડુ) સિવાય લાલ અથવા પીળા રંગની મીઠાઈને મૂકી શકાય). નૈવેદ્ય અર્પણ કર્યા બાદ એક ઘીનો દીવો પ્રગટાવવો અને તે કળશ પર મૂકવો. પછી પ્રણામ કરીને નીચે આપેલ કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. જપ માટે લાલ ચંદનની માળા લેવી. ચંદનની માળા ન હોય તો રુદ્રાક્ષની માળાથી જાપ થઈ શકશે. કળશ પર રાખેલ ઘીનો દીવો મંત્રજાપ પૂરા થાય ત્યાં સુધી ચાલુ રહેવો જોઈએ. મંત્રજાપ વખતે સાધકે મનને શાંત રાખવું. આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોવું જોઈએ. જપકાર્ય વખતે કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં (મંત્રજાપ મટે પાંચ માળા કરવી).

નીચે જણાવેલ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ કરવો.

(૧) ગં ।

(૨) ગ્લં ।

(૩) ગ્લૌં ।

(૪) શ્રી ગણેશાય નમ: ।

(૫) ઓમ વરદાય નમ: ।

(૬) ઓમ સુમંગલાય નમ: ।

(૭) ઓમ ચિંતામણયે નમ: ।

(૮) ઓમ વક્રતુંડાય હુમ્ ।

(૯) ઓમ નમો ભગવતે ગજાનનાય ।

(૧૧) ઓમ ગં ગણપતયે નમ: ।

(૧૨) ઓમઓમ શ્રી ગણેશાય નમ: ।

દરરોજ એક માળાનો મંત્રજાપ અવશ્ય કરવો. આ સાધનામાં સાધકનું કોઈ પણ પ્રકારનું કષ્ટ રહેતું નથી. તેની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે તેમ જ તમામ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સાધના પૂર્ણ થયા બાદ યંત્રને મકાન, દુકાન, વ્યાપાર વ્યવસાયના સ્થળે મૂકી શકાય (યંત્રને ચાંદીના તાવીજમાં મૂકી પોતાની પાસે રાખી શકાય). દરરોજ મંત્રજાપ અને પૂજા અવશ્ય કરવી જોઈએ.

ગણપતિ  કાર્યસિદ્ધિ, વિઘ્નોના નિવારણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે મંત્ર:

ભાદરવા સુદ-૪થી ૧૪ સુધી (ગણેશ ચતુર્થીથી અનંદ ચૌદશ સુધી) ભગવાન ગણપતિનું વિધિવત્ પૂજન કરી નીચેના બાર નામનો પાઠ કરવો.

ઓમ સુમુખાય નમ: । ઓમ એકદંતાય નમ: । ઓમ કપિલાય નમ: । ઓમ ગજકર્ણાય નમ: । ઓમ લમ્બોદરાય નમ: । ઓમ વિકટાય નમ: । ઓમ વિઘ્નનાશાય નમ: । ઓમ વિનાયકાય નમ: । ઓમ ગજાનનાયનમ: । ઓમ ગણાધ્યક્ષાય નમ: । ઓમ ભાલચંદ્રાય નમ: । ઓમ ધૂમ્રકેતવે નમ: ।

બાર નામનો ૧૧ વાર પાઠ કરવો. સાથે સાથે ગણપતિને દૂધનો અભિષેક અને દુર્વા ચઢાવવો. દુર્વા ચઢાવતા ‘ઓમ ગં ગણપતયે નમ: ।’ મંત્રનો જાપ કરવો. આ મંત્રની ૧૧, ૨૧ કે ૫૧ માળા ઉત્તમ ગણાય છે. જેનાથી વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, પુત્ર માટે પુત્રપ્રાપ્તિ, મનપસંદ વર માટે વરપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ માટે મોક્ષ મળે છે તેમ જ અન્ય સર્વ પ્રકારની કામનાઓ સિદ્ધ થાય છે.

તેમ જ સંકટોના નિવારણ માટે નારદપુરાણમાં સંકટનાશન ગણેશ સ્તોત્રમ્નો પાઠ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે અને સંકટોનો નાશ થાય છે.

ગણપતિ હરિદ્રા ગણેશ મંત્ર:

ભૌતિક સુખોની પ્રાપ્તિ, પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે અતિ ચમત્કારિક અને શક્તિશાળી મંત્ર છે. આ મંત્રજાપ માટે હળદરના ટુકડાનો ઉપયોગ કરવો (જાપ માટે ૧૦૮ ટુકડા લેવા).

વિનિયોગ:

ઓમ અસ્ય હરિદ્રા ગણનાયક મંત્રસ્ય,

મદન ઋષિ: અનુષ્ટુપ છંદ:

હરિદ્રા ગણનાય કો દેવતા ।

મમાભીષ્ટ સિદ્ધયર્થે જપે વિનિયોગ: ।।

ધ્યાન-સ્તુતિ:

પાશાં કુશૌ મોદકં એકદંતં, કરૈર્દધાનં કનકાસનસ્થમ્ ।

હારિદ્ર ખંડ પ્રતિમં ત્રિનેત્રં પીતાંશુકં રાત્રિ ગણેશમીડે ।।

મંત્ર:

ઓમ હું ગં ગ્લૌવર વરદે સર્વજન હૃદયં સ્તંભય સ્તંભય સ્વાહા

ગણપતિ સિદ્ધિવિનાયક મંત્ર

કોઈ પણ પ્રકારના કામે બહાર જતાં પહેલાં આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જેથી જે તે પ્રકારના કાર્યમાં વિઘ્ન આવતું નથી અને કાર્ય જેમ કે વ્યાપાર-વ્યવસાય, લગ્નસંબંધી, ખેતીવાડી, નોકરી મેળવવા-ઇન્ટરવ્યૂમાં જતાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે (દરેક કાર્ય માટે અતિ ચમત્કારિક અને અદ્ભુત મંત્ર સાધના છે).

વિનિયોગ:

ઓમ હ્રીંમ્ ક્લીં વીરવર ગણપતય

વ: વ: ઇદં વિશ્વં મમ વશમાનય

ઓમ હ્રીં ફટ્ ।

ધ્યાન-સ્તુતિ:

ઓમ ગં ગણપતયે સર્વ વિઘ્ન હરાય સર્વાય ।

સર્વ ગુરુવે લંબોદરાય હ્રીં ગં નમ: ।।

મંત્ર:

ઓમ નમો સિદ્ધિ વિનાયકાય

સર્વકારકત્રે સર્વવિઘ્ન પ્રથમનાય

સર્વરાજ્ય વશ્યકરણાય સર્વજન

સર્વસ્ત્રી-પુરુષાકર્ષણાય શ્રીં ઓમ સ્વાહા ।

ગણપતિ ધન-ધાન્ય પ્રદાતા મંત્ર

ગણેશ મંત્ર
આ મંત્રનો ઘણો જ પ્રભાવ છે. અતિ ચમત્કારિક પણ છે. કોઈ પણ વ્યક્તિ (સાધક) દેવામાં દબાયેલ હોય તો ઘણા જ ટૂંકા સમયમાં દેવામાંથી મુક્તિ મેળવે છે અને તેને કોઈ પણ પ્રકારે (વ્યાપાર-વ્યવસાય) ધન લાભ મળે છે. (ધન પ્રાપ્ત કરવા માટેના સંજોગો ઊભા થાય છે).

વિનિયોગ:


ઓમ અસ્ય શ્રી ઋણહરણ કર્તૃં ગણપતિ સ્તોત્ર મંત્રસ્ય

સદાશિવ ઋષિ, અનુષ્ટુપ: છંદ: શ્રી ઋણહર્તુ

ગણપતિ: દેવતા, ગ્લૌં બીજમ્ ગ: શક્તિ: ગૌં

કીલકમ્ મમ સકલં ઋણ નાશને જપે વિનિયોગ: ।

ધ્યાન-સ્તુતિ:


ઓમ સિંદૂરવર્ણં દ્વિભુજં ગણેશં લંબોદરં પદ્મદલે નિવિષ્ટમ્

બ્રહ્માદિદૈવૈ: પરિસવ્યમાનં સિદ્ધધૈર્યુતં પ્રણમામિ દેવમ્

સૃષ્ટયાદૌ બ્રહ્મણા સમ્યક્ પૂજિત: ફલ સિદ્ધયે

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે

ત્રિપુરસ્ય વધાત્પૂર્વ શંભુના સમ્યગર્મિત:

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે

હિરણ્યકશ્યપ્વાદીનાં વધાથૈ વિષ્ણુનાર્ચિત:

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે

મહિષસ્ય વધે દેવ્યા ગણનાથ પ્રપુજિત:

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે ।।

મંત્ર:


ઓમ ગણેશ ઋણં છિંધિ વરેણ્યં હું નમ: ફટ્ ।

ગણપતિ  શક્તિ વિનાયક મંત્ર

આ મંત્રથી તમામ પ્રકારની ભૌતિક સમૃદ્ધિ જેમ કે ધન-ધાન્ય, જમીન, મકાન, માન-સન્માનની પ્રાપ્તિ તેમ જ વાહન (ગાડી-મોટર વગેરે વ્હીકલ)ની પ્રાપ્તિ સાધકને પ્રાપ્ત થાય છે.

વિનિયોગ:


ઓમ અસ્ય શક્તિ ગણાધિષ મંત્રસ્ય

ભાર્ગવ ઋષિ: વિરાટ્ છંદ:

શક્તિ ગણાધિયો દેવતા હીં બીજમ્ ।

હીં શક્તિ: મમાભીષ્ટ સિદ્ધયે

જપે વિનિયોગ: ।।

ધ્યાન-સ્તુતિ:


વિષાણાં કુક્ષાવક્ષસુત્રં ચ પાશં,

પાનં કરૈમૌદકં પુષ્કરેણ ।

સ્વપત્ન્યા યુતં હેમભૂષામરાઢયં

ગણેશં સમુદ્યાદ્દિનેશાભમીડે ।।

મંત્ર:

ઓમ હ્રીં શ્રીં હ્રીં

 

સંકટનાશન ગણેશ સ્તોત્રમ્

॥ श्रीगणेशाय नमः

॥નારદ ઉવાચ ।

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

Advertisements