Maa bahuchar PRAN-PRATISTHA mahotsav

 

857871_484204018282716_1478526407_o

 

 

 

યાત્રાધામ બહુચરાજીથી ૨ કિલોમીટરના અંતરે આવેલ મા બહુચરનું આદ્યસ્થાન શંખલપુર ગામ માતાજીની ઉપસ્થિતિના કારણે ભારતભરમાં જ નહિ પરંતુ વિશ્વવિખ્યાત બનવા પામ્યું છે. ઇ.સ.૧૯૯૫ સુધી જીરો બેલેન્સ ધરાવતું શંખલપુર ધામ કરોડોની સંપત્તિ ધરાવતુ નયનરમ્ય બનવા પામ્યું છે. ૫૨૦૦ વર્ષ જૂનું તીર્થધામ વર્ષો સુધી સુષુપ્ત અવસ્થામાં પડી રહ્યું. માતાજીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૪-૨-૨૦૧૩ થી તા.૧૮-૦૨-૨૦૧૩ દરમ્યાન રંગેચંગે ઉજવવા માટેની શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિરના ટ્ર્સ્ટીઓએ ગ્રામજનો અને માઇભક્તોના સાથ સહકારથી તમામ તૈયારીઓ પૂર્ણતા તરફ ગતિ કરી રહી છે. દરેક ભાવિક ભક્તને સંતોષ મળી રહે તે માટેની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ૨૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડાપગે ઊભા રહેશે. શંખલપુરને જોડતા તમામ રસ્તાઓ પર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાહનોની અવરજવરથી ધૂળ ઉડે નહિ તે માટે ૧૦ થી વધુ ટેન્કરો રાતદિવસ રસ્તાઓ પર પાણી છોડી રહ્યા છે. શંખલપુર ગ્રામજનોએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પોતાની માની સમગ્ર ગામની પ્રજા સફાઇથી માંડી તમામ કામોમાં લાગી ગયા છે.

મા બહુચરના પ્રાણપ્રતિષ્ઠામાં દર્શનાર્થે આવનાર દરેક માઇભક્તને ભોજન મળી રહે તે માટેનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ભોજન માટે પ્રસિદ્ધ કરાયેલ યાદીમાં ૧૧૦થી વધુ દાતાઓએ ૫૧ હજાર રૂપિયાથી વધુ દાન આપવા માટેની જાહેરાત કરેલ છે. અને કેટલાક દાતાઓએ નામ ગુપ્ત રાખી ભોજનમાં ગુપ્તદાન કરેલ છે. આમ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અપાનાર ભોજન માટેના દાનનો સરવાળો એક કરોડ નજીક પહોંચવા આવ્યો છે.

 

મહેસાણા જિલ્લાના શંખલપુર ગામે મા બહુચરનું આદ્યસ્થાન આવેલું છે. મા બહુચરની ઉપસ્થિતિના કારણે શંખલપુર ગામ જગવિખ્યાત બન્યું છે. ૫૨૦૦ વર્ષ જૂનું તીર્થધામ માનવામાં આવે છે. કર્દમ મુનિ અને ભગવાન કપિલદેવ જેવા સિદ્ધ મુનિઓએ યજ્ઞા કરી માતાજીની સ્થાપના કરી હતી. આ સ્થાપનાની આજે પણ નિયમિત પૂજા- અર્ચના થાય છે. અત્યારે મંદિરમાં સ્ફટીક યંત્ર ઢે. યંત્રમાં આરૂઢ થયેલા માતાજી મૂર્તિસ્વરૂપે બિરાજમાન બની માઈભક્તોના સર્વે કાર્યો સિદ્ધ કરે તે માટેના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૧૪-૨-૨૦૧૩થી ૧૮-૨-૨૦૧૩ દરમિયાન ભવ્યાતિ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આવા આનંદભર્યા આધ્યાત્મિક પ્રસંગમાં ૧૫ લાખથી વધુ માઈભક્તો ઊમટી પડવાની ધારણા છે.

મહેસાણા જિલ્લાના શંખલપુર ગામે યોજાશે
પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવમાં ૧૫ લાખથી પણ વધુ ભક્તો ઊમટી પડશે
આ પ્રસંગમાં પધારનાર માઈભક્તો મા બહુચરના શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે ટોડા બહુચરાજી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને શંખલપુર ગ્રામજનો અતિ ઉત્સાહથી રાત દિવસ કામ કરી રહ્યા છે. મા બહુચરની મૂર્તિ પ્રતિષ્ઠાની સાથે સાથે નારસંગવીર, અંબાજી માતાજી, મહાકાલી માતાજી, ગણપતિદાદા, બટુકભૈરવ, કુકડા મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે.

પંચદિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્ય ગૃહમંત્રી રજનીભાઈ પટેલ કરશે. ઉદ્ઘાટન બાદ વાસ્તુપૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહહોમ, પંચાગ કર્મ, કુંડપૂજન, ગ્રહ-રૂદ્ર પૂજન જેવા ધાર્મિક કાર્યક્રમો અને રાત્રે લોકડાયરો અને રાસ ગરબાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ૧૫મી ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન દિવસે પ્રતિષ્ઠા પૂજા અને રાત્રે લોકડાયરો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ૧૮મી ફેબ્રુઆરીના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન બિપીનભાઈ સંઘવી અને આચાર્યપદે શાસ્ત્રી પંડયા કેવલભાઈ રાજેન્દ્રભાઈ શાસ્ત્રોક્તવિધિથી પ્રતિષ્ઠાપૂજા અને મૂર્તિપૂજા કરાવશે.

૫૨૦૦ વર્ષ જૂના તીર્થ ધામની કાયા પલટ કરાઈ

મા બહુચરની મૂર્તિ પ્રતિષ્ઠામાં આવનાર ભાવિકોને આધ્યાત્મિક કાર્યક્રમોની સાથે મનોરંજન કાર્યક્રમોનો લાભ મળી રહે તે માટે રાત્રે રાસગરબા- લોકડાયરાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચકડોળ, સર્કસ અને વિવિધ સ્ટોલ માટે ની તૈયારીઓ પૂર્ણ થવામાં આરે છે. પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર દરેક માઈભક્તને દરરોજ પ્રસાદ મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સુવિધાઓ અને સુરક્ષા માટેની તડામાર તૈયારીઓ

પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર દરેક માઈભક્તને સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે ટ્રસ્ટીમંડળ દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુવિધાના ક્ષેત્રે ક્યાંય કચાસ ન રહે તે માટે ટ્રસ્ટીમંડળ ગ્રામજનોના સાથ- સહકારથી રાતદિવસ કામ કરી રહ્યું છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર પાસે બેઠક યોજી સુરક્ષા માટેની મોટાભાગની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. હોમહવન, શોભાયાત્રા અને પ્રતિષ્ઠાપૂજા માટેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. રંગરોગાન, મંડપ ડેકોરેશનની તૈયારીઓ આરંભાઈ ચુકી છે.

Advertisements