ખામીઓને છુપાવો કરેક્ટીવ મેકઅપથી ( Beuty Tips )

 

એ સત્ય હકિકત છે કે સુંદરતા ફક્ત ઈચ્છા કરવાથી નથી મળતી. તે એક નૈસર્ગિક વરદાન અને કુદરતની દેન છે, છતાં પણ તેને આપણે સજાવીને યોગ્ય સંભાળથી નિખારી શકીએ છીએ. સુંદરતામાં વધારો કરવા માટે આદિકાળથી સ્ત્રીઓ વિવિધ પ્રકારના પ્રયોગો કરતી આવી છે, જેથી તેના સૌન્દર્યમાં કોઈ ખામી ન રહે. પોતાની ખામીઓને છુપાવવા માટે તેઓ કેટલીયે જાતના સૌન્દર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતી રહે છે, પરંતુ કેટલીક વાર એવું થાય છે કે લાખ પ્રયત્નો કરવા છતાયે ચહેરાની ખામીઓને છુપાવવામાં તે નિષ્ફળ થઇ જાય છે, જેનું પરિણામ એવું આવે છે કે સૌન્દર્ય ઉભરીને આવતું નથી. જો તમે પણ એવું ઈચ્છતા હો કે તમારા ચહેરાની ખામીઓ કોઈની નજરમાં ન આવે તો જરૂરી છે કે તમે કરેક્ટીવ મેકઅપને જાણો.

કરેક્ટીવ મેકઅપ શું છે :-

કરેક્ટીવ મેકઅપ તેને કહેવાય છે, જેમાં ચહેરાના આકાર-પ્રકાર અને ખામીઓને મેકઅપ દ્વારા સુધારવામાં આવે છે.

મેકઅપ કેવી રીતે કરશો :-

કરેક્ટીવ મેકઅપ કરતી સમયે એ વાતનું ધ્યાન રાખો કે ત્વચાના રંગ અનુસાર બેસ કે ફાઉન્ડેશન લગાવો.
ચહેરા પર બેસ કે ફાઉન્ડેશન લગાવતી વખતે એ જરૂર જોઈ લો કે, તમારે ચહેરાના ક્યાં ભાગને છૂપાવવો છે, જે ભાગને છૂપાવવો હોય તે જગ્યાએ ફાઉન્ડેશન થોડું ગાઢ લગાવો અને જે ભાગને ઉપસાવવો હોય ત્યાં એક શેડ આછું ફાઉન્ડેશન લગાવો.

ગોળ ચહેરો બનાવો લાંબો :-

જો તમારો ચહેરો ગોળ છે અને તમે તેને લાંબો દેખાડવા ઉચ્છો છો તો સૌથી પહેલા તમારી ત્વચાના રંગ અનુસાર ફાઉન્ડેશન કે બેસ આખા ચહેરા પર લગાવો અને સ્પંજથી એકરૂપ કરો.
હવે તમારી ત્વચાથી ગાઢ રંગવાળું ફાઉન્ડેશન ગાલ અને ચહેરાના ખુલ્લા ભાગ પર લગાવો.
રૂઝને કોટનની મદદથી ચિકબોનની નીચે લગાવો અને ચહેરા પર તે જ પ્રમાણે નીચેની તરફ એકરૂપ લગાવો.
જો તમે આ રીતે રૂઝ લગાવશો તો તમારો ચહેરો લાંબો દેખાશે.

ચોરસ ચહેરાને બનાવો ગોળ :-

ચોરસ ચહેરાને ગોળ બનાવવા માટે ચિકબોનની નીચે ત્વચાથી ગાઢ રંગનું ફાઉન્ડેશન કાનથી હડપચી ચિબુક સુધી લગાવો.
પછી રૂઝ ને ચિકબોન પર લગાવતી સમયે નીચેની તરફ પણ લગાવો.

લાંબા ચહેરાને બનાવો પહોળો :-

વધારે લાંબો ચહેરો સારો નથી લાગતો, તેથી ચહેરા પર ત્વચાના રંગ અનુસાર ફાઉન્ડેશન માથા અને હડપચી ચિબુક પર લગાવો. રૂઝને ચહેરાના ઉપરના ભાગ પર ઉપયોગમાં લો.
એટલે કે રૂઝ ને કોટનની મદદથી ગાલના ઊંચા ભાગ પર તેમજ તેને ઉપરની તરફ અને બહારની તરફ લગાવો.

પહોળા નાકને બનાવો પાતળું :-

પહોળા નાકને થોડું પાતળું અને લાંબુ દેખાડવા માટે નાકની બંને તરફ ત્વચાના રંગથી ઘેરા રંગનું ફાઉન્ડેશન લગાવો અને માથાથી લઈને નાકની ટોચ સુધી હળવા રંગનું ફાઉન્ડેશન લગાવો.

પાતળા નાકને બનાવો પહોળું :-

પાતળા નાકને પહોળું દેખાડવા માટે નાકની ટોચ નીચે ત્વચાના રંગને અનુસાર એક શેડ ગાઢ ફાઉન્ડેશન લગાવો, પછી એકરૂપ કરી દો.

મોટા કાનને નાના બનાવો :-

જો આપના કાન ખૂબજ મોટા છે તો કાન પર થોડું ગાઢ ફાઉન્ડેશન લગાવો. મોટા કાન માટે કોશિશ કરો કે કાનમાં ક્લિપ ઈયરિંગ્સ પહેરો જેથી કાન નાના લાગે.

વધારે નાના કાનને મોટા બનાવો :-

જો કાન બહુ જ વધારે નાના છે તો ત્વચાના રંગને અનુસાર એક શેડ ગાઢ ફાઉન્ડેશન કાન પર લગાવો. અને થોડા મોટા ઈયરિંગ્સ કાનમાં પહેરો જેથી કાન થોડા મોટા દેખાશે.

નાની અને ભારે ગરદનને બનાવો પાતળી :-

નાની ગરદન બહુ જ ખરાબ દેખાય છે, કારણ કે આવી ગરદન દેખાવમાં એવી લાગે છે કે જાણે શરીરથી ચીપકી ગઈ હોય.
આવી ગરદનમાં ન તો તમે નેકલેસ પહેરી શકો છો અને ન તો તમે મોટા ગળાવાળું બ્લાઉઝ પહેરી શકો છો.
જો ગરદનને લાંબી દેખાડવી છે તો ચહેરા પર લગાવેલા ફાઉન્ડેશનની તુલનામાં એક શેડ ગાઢ ફાઉન્ડેશનનો પ્રયોગ કરો અને નેકલેસ પહેરો.

ડબલ દેખાતી દાઢીને બનાવો સિંગલ :-

દાઢીથી શરૂઆત કરીને ગરદન સુધી એક શેડ ગાઢ ફાઉન્ડેશનનો પ્રયોગ કરો, જેથી દાઢી ડબલ ના લાગે.

અણીદાર કે ઝૂકેલી હડપચી ચિબુકને બનાવો આકર્ષક :-

હડપચી ચિબુકની નીચે હળવું ફાઉન્ડેશન લગાવીને એકરૂપ કરો.
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ હિસ્સામાં ચહેરાના શેષ ભાગ પર લગાવેલા પાઉડરની તુલનામાં હલાવો શેડ લગાવો.

મોટા હોઠને પાતળા બનાવો :-

મોટા હોઠને પાતળા દેખાડવા માટે હોઠની ચારેતરફ ફાઉન્ડેશન લગાવો. અને પછી નેચરલ લિપ-લાઈનરથી થોડા અંદરની તરફ લિપ પેન્સિલની મદદથી આઉટ લાઈન બનાવો અને આકાર આપો.
તેના પછી બ્રશની સહાયતાથી લિપસ્ટિક લગાવો.
હોઠ પાતળા દેખાડવા માટે મૈટ ફિનિશ લિપસ્ટિક લગાવો.

પાતળા હોઠને મોટા બનાવો :-

પાતળા હોઠને મોટા બનાવવા માટે નેચરલ લિપ લાઈનરથી થોડા બહારની તરફ હોઠના આકારને ધ્યાનમાં રાખીને આઉટ લાઈન બનાવો, રેખાઓને થોડો ગોળ આકાર આપો. અને પછી લિપસ્ટિક લગાવો.
પાતળા હોઠ માટે ગ્લોંસ ફિનિશની લિપસ્ટિક લગાવો.
વચ્ચે ગાઢ અને ખૂણા પર હળવો શેડ લગાવો.
Advertisements