મેનિક્યોર (Manicure)

નેલની સંભાળ આજના સમયમાં ઘણી જ અગત્યની થઇ ગઈ છે. પોષણ, તંદુરસ્તી અને રોગ નેલના વધવા પર અસર કરે છે. નેલ આગળ અને ઉપર વધે છે. નેલ ઉનાળામાં વધારે ઝડપથી વધે છે. મેનિક્યોર દ્વારા નેલ અને હાથની માવજત કરી તેને સુંદર બનાવી શકાય છે.

મેનિક્યોર લેટીન શબ્દ છે, જેમાં ‘મેનિ’ એટલે હાથ અને ‘ક્યોર’ એટલે માવજત. હાથના દેખાવને સારી સ્થિતિમાં રાખવા માટે મેનિક્યોર કરવામાં આવે છે. મેનિક્યોમાં આવતા મસાજ હાથના કાંડાને ફ્લેક્સિબલ અને ડેલિકેટ બનાવે છે. તથા હાથની સ્કીનને રીંકલ પડવાથી બચાવે છે. હાથ અને આંગળાના બ્લડ સર્ક્યુલેશન વધારે છે. મેનિક્યોર વા, સાયનસ, શરદી અને ઉધરસમાં રાહત આપે છે. તે આરામદાયક હોવાથી તેનાથી ચિંતા અને ટેન્શન પણ દૂર થાય છે.

મેનિક્યોરમાં વપરાતાં સાધનો :-

 • નેલકટર
 • નેલફાઈલર
 • ક્યુટિકલ રિમૂવર, પુશર
 • અન્ડરનીથ રિમૂવર
 • ડસ્ટ રિમૂવર
 • શાર્પ ડસ્ટ રિમૂવર
 • ક્યુટિકલ નાઈફ
 • કોટન (રૂ)
 • શેમ્પૂ, સ્ક્રબ
 • નોર્મલ હોટ વોટર
 • નેલપોલિશ રિમૂવર
 • મસાજ ક્રીમ અથવા બોડિ લોશન
 • સોફટ હેન્ડબ્રશ
 • લેમન, સોલ્ટ, હનિ
 • નેપકિન
 • હાઈડ્રોજન પેરોક્સાઈડ
 • કલિંગ ફિલ્મ પેપર
 • ફિંગરબાઉલ
 • મેનિક્યોર માસ્ક
 • કોટન ગ્લોવ્ઝ

મેનિક્યોરના મસાજના સ્ટેપ્સ :-

જનરલ સ્ટ્રોકમાં બંને હાથથી ઉપર તરફ મસાજ કરવો.
બંને હાથથી કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
આંગળીઓ પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
પિંચિંગ મસાજ કરવો.
હથેળીની વચ્ચેથી આંગળી તરફ અંગૂઠાથી મસાજ કરવો.
રબિંગ કરવું.
આંગળીઓને હલકા હાથે વારાફરતી ખેંચવી.
મુઠ્ઠી વાળીને તેનાથી હથેળીમાં મસાજ કરવો.
કાંડા પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
વાઈબ્રેશન કરવું.
ટેપિંગ મસાજ કરવો.
બંને હાથને બેંગલની જેમ ગોળ કરી મસાજ કરવો.
કોણી પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
બધા જ નેલ્સ પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

મેનિક્યોર કરવાની રીત :-

મેનિક્યોર કરતાં પહેલા નેલપોલિશ રિમૂવ કરીને જરૂર હોય તો નેલ્સ કાપી લેવા.
નેલ્સને ફાઈલ કરીને બફર કરવું.
નોર્મલ હોટ વોટરમાં મેનિક્યોરનું શેમ્પૂ, લેમન, હનિ અને હાઈડ્રોજન પેરોક્સાઈડના 4 થી 5 ટીપાં નાખીને 10 થી 15 મિનિટ હાથ બોળાવી રાખવા.
હલકા હાથે સ્ક્રબ મસાજ કરી એ જ વોટરમાં હાથ વોશ કરવા.
નેપકિનથી હાથ લૂછી નેલ્સ પર ક્લીનઝિંગ ક્રીમ લગાવી ફક્ત નેલ્સ ઉપર જ મસાજ કરવો.
ક્યુટિકલ પુશર વડે ક્યુટિકલ્સ (નેલ્સની બાજુની વધારાની સ્કિન) ને પાછળ ધકેલવી. ત્યારબાદ બાજુમાંથી ક્યુટિકલ સાફ કરવા.
અન્ડરનીથ રિમૂવરથી નેલ્સને અંદરથી સાફ કરવા. ડસ્ટ રિમૂવરથી નેલ્સને સાઈડમાં સાફ કરવા.
હાથ ઉપર મેનિક્યોરનો એ.એચ.એ. સ્કિન લાઈટનિંગ માસ્ક લગાવવો. તેના પર ક્લિંગ ફિલ્મ પેપર ટાઈપ રેપ કરીને કોટન ગ્લોવ્ઝ પહેરાવવા.
આ માસ્કને 10 મિનિટ રાખીને ગ્લોવ્ઝ અને પેપર કાઢી નાખવાં. પછી રબ કરીને મસાજ કરવો. કોલ્ડ વોટરમાં હાથ વોશ કરાવવા. મસાજથી ડેડ સ્કિન નીકળી જશે.
ત્યારબાદ હાથ પર ક્રીમ અથવા બોડિ લોશન લગાવી ઉપર જણાવ્યા પ્રમાણે મસાજના સ્ટેપ્સ લેવાં. મસાજ 5 થી 10 મિનિટ કરવો. પછી નેલ્સની અંદરથી ક્રીમ લૂછીને બેઝકોટ નેલપોલિશ કરવી.
Advertisements