પત્ની ને ખુશ રાખવાના ઉપાયો

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ.

તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો

9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11. “તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો

12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.

13. તમારી વાત ટુંકમાં કરો.

14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”

20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!

21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”

22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”

23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.

26. અઠવાડિયે એક વાર તો સમય અને સંજોગો જોઇ ને પૂછી લો કે “કેમ આજે ઢીલી લાગે છે?”27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ/સાલસા નાખો, ફરિયાદ ન કરો.

28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ને ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?

29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાં એક જ વાર ચા પીવો.

30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો. અથવા તો પાન-મસાલા છોડી દો.

31. બેલ વાગે તો દરવાજો ખોલવા તમે જાવ, એમાં કાંઇ વારા થોડા પડાય બોસ!

32. ઓફિસનુ કામ ઘરે ન લાવો.

33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.

34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.

35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો !

36. નવા ડ્રેસમાં એ જાડી લાગે તો એમ કહેજો કે ” આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે”

37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટ છે તેવુ જાહેર કરો

38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ

કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.

39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણા લાવી આપો.

40. તમે ખરીદેલી વસ્તુની સાચી કિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો. તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો “તમે છેતરાયા” એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે “કાયમ હલકી વસ્તુ લાવો છો” એ વાત પર મામલો બીચકશે.

41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો.

42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.

43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો “કેટલો ક્યુટ અને નૉટી છે!”

44. તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એની હાજરીમાં

ભગાડવાનો કે હટ નહીં કહેવાનું.

45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.

46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના

જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.

47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી,

માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.

48. “સાસરૂ સોનાની ખાણ”ની ડીવીડી વસાવી લો

49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.

50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા

દેશમાં આવી નથી!

Advertisements

Love

કંપે છે  મારા હાથ, હું ઝાલી      નહીં શકું,
હું ખુદ તને કહું છું કે પાલવ બચાવી જા.
-મરીઝ

દુ:ખ- સંકટ- કષ્ટ- પીડ-કલેશનો      મહિમા સમજ,
તેં સતત ભજવ્યા કર્યા  તે વેશનો  મહિમા  સમજ.
-હેમંત દેસાઈ

સાવ  અધવચ્ચેથી  ચીરે  છે  મને,
મારો પડછાયો  જ   પીડે  છે  મને.
-ભરત ભટ્ટ

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ  મારી ઓટ   જોઈ ને કિનારે     ઘર  બનાવે છે.
-મરીઝ

પૂછી રહ્યો પડછાયો  મને  જે મળ્યો  સામે,
શું  નામ  તમારું  અને      રહેવું  ક્યાં  ગામે?
-આદિલ મન્સૂરી

ખંખેરી  ઊભો  થાઉં, હવે      વાર     નથી કૈં,
એ વાત જુદી છે કે આ ચાદર મેં વણી છે.
-ભગવતીકુમાર શર્મા

એકવાર    મેં ફૂલો સમો દેખાવ    કર્યો તો,
આ એની  અસર છે કે હું કરમાઈ રહ્યો છું.
-સૈફ પાલનપૂરી

ક્યામતની   રાહ       એટલે   જોઉં   છું,
કે ત્યાં   તો જલન મારી માં પણ હશે.
-જલન માતરી

 

Love

તોરણે તોરણે મસ્ત બનીને, એકવાયા ઘૂમીશું,
તુટેલી   કબરોમાં જઈને પોતે    પોઢી જઈશું.

હોય કડવાશ   ભલે   ઘૂંટ ભરી    તો લઈએ,
આંસુઓ માફ કરો, સ્હેજ   હસી તો   લઈએ.

બોલવાનું  મન હતું પણ હાય રે  વર્ષો સુધી,
ગીતની મોસમ હતી ને મારે ચૂપ રહેવું પડ્યું.

મુઠ્ઠીમાં લાખ તારલા આવ્યા   તો શું    થયું?
દિલ ખાલી ખાલી હોય તો સિધ્ધિનો અર્થ શું?

ચમકાર   ગેરવલ્લે   ગયો, વિસ્તરી  ગયા,
ખોટી જગાએ   જઈને સિતારા ખરી    ગયા!

જંગલનાં    એકાંતમાં એને       એકલી મૂકીને કોણ ગયું?
ચાલો જઈને પૂછીતો લઈએ,કેવી નકશીદાર કબર છે!

શાયરી

  • आज मैंने अपना फिर सौदा किया

और फिर मैं दूर से देखा किया

ज़िन्‍दगी भर मेरे काम आए असूल
एक एक करके मैं उन्‍हें बेचा किया

कुछ कमी अपनी वफ़ाओं में भी थी
तुम से क्‍या कहते कि तुमने क्‍या किया

हो गई थी दिल को कुछ उम्‍मीद सी
खैर तुमने जो किया अच्‍छा किया

  • आप भी आइए हमको भी बुलाते रहिए

दोस्‍ती ज़ुर्म नहीं दोस्‍त बनाते रहिए।

ज़हर पी जाइए और बाँटिए अमृत सबको
ज़ख्‍म भी खाइए और गीत भी गाते रहिए।

वक्‍त ने लूट लीं लोगों की तमन्‍नाएँ भी,
ख़्वाब जो देखिए औरों को दिखाते रहिए।

शक्‍ल तो आपके भी ज़हन में होगी कोई,
कभी बन जाएगी तसवीर बनाते रहिए।

  • इक पल गमों का दरिया, इक पल खुशी का दरिया

रूकता नहीं कभी भी, ये ज़िन्‍दगी का दरिया

आँखें थीं वो किसी की, या ख़्वाब की ज़ंजीरे
आवाज़ थी किसी की, या रागिनी का दरिया

इस दिल की वादियों में, अब खाक उड़ रही है
बहता यहीं था पहले, इक आशिकी का दरिया

किरनों में हैं ये लहरें, या लहरों में हैं किरनें
दरिया की चाँदनी है, या चाँदनी का दरिया