શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ

શ્રી હનુમદ્ષ્ટોત્તર-શત-નામાવલી Hanuman Namavali

ૐ આંજનેયાય વિદ્મહે મહાબલાય ધીમહિ તન્નો હનુમાન પ્રચોદયાત્
ૐ આંજનેયાય નમઃ।
ૐ મહા-વીરાય નમઃ।
ૐ હનુમતે નમઃ।
ૐ મારૂતાત્મજાય નમઃ।
ૐ તત્ત્વ-જ્ઞાન-પ્રદાય નમઃ।
ૐ સીતા-દેવી-મુદ્રા-પ્રદાયકાય નમઃ।
ૐ અશોક-વનિકા-છેત્રે-નમઃ।
ૐ સર્વ-માયા-વિભંજનાય નમઃ।
ૐ સર્વ-બન્ધ-વિમોક્ત્રે નમઃ।
ૐ રક્ષો-વિધ્વંસ-કારકાય નમઃ।
ૐ પર-વિદ્યા-પરીહારાય નમઃ।
ૐ પર-શૌર્ય-વિનાશનાય નમઃ।
ૐ પર-મન્ત્ર-નિરાકત્ર્રે નમઃ।
ૐ પર-યન્ત્ર-પ્રભેદકાય નમઃ।
ૐ સર્વ-ગ્રહ-વિનાશાય નમઃ।
ૐ ભીમસેન-સહાય-કૃતે નમઃ।
ૐ સર્વ-દુઃખ-હરાય નમઃ।
ૐ સર્વ-લોક-ચારિણે નમઃ।
ૐ મનોજવાય નમઃ।
ૐ પારિજાત-દ્રુમ-મૂલસ્થાય નમઃ।
ૐ સર્વ-મન્ત્ર-સ્વરૂપવતે નમઃ।
ૐ સર્વ-તન્ત્ર-સ્વરૂપાય નમઃ।
ૐ સર્વ-યન્ત્રાત્મકાય નમઃ।
ૐ શિવાય […]

શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ

જુઓને ભગવાને પણ કેવો યોગ રચ્યો છે. કે ભક્ત વિના પ્રભુ પણ રહી નથી સકતા… તેથી જ તો રામનવમી એટ્લેકે શ્રીરામના જન્મ બાદ તરત જ તેમના અનુજ સમા શ્રી હનુમાનનો જન્મ આવે છે…અને આમ પણ ભક્ત વિના પ્રભુ પણ અધુરા જ સ્તો છે ને. શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય… તો પછી આજના દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ..

પૂજન વિધિ


બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજી ની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બૂંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:

अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥

અતિલિત બલધામં હેમ શૈલાભદેહં, દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રણ્યમ્ |
સકલ ગુણનિધાનં વાનરામધીશં, રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ ॥

ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.

अथ श्री हनुमान चालीसा

અથ શ્રી હનુમાન ચાલીસા

॥ दोहा ॥

॥ દોહા ॥

 

श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥

ભાવાર્થ શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.

बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥

બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

ભાવાર્થ હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.

॥ चौपाई ॥

॥ ચૌપાઈ ॥

 

जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥

ભાવાર્થ હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.

रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥

રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥

ભાવાર્થ હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.

महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥

મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥

ભાવાર્થ હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.

कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥

કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥

ભાવાર્થ આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.

हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥

ભાવાર્થ આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.

शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥

શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥

ભાવાર્થ હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.

विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥

ભાવાર્થ આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.

प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥

ભાવાર્થ આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥

ભાવાર્થ આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.

भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥

ભાવાર્થ આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥

લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥

ભાવાર્થ આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.

रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥

રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥

ભાવાર્થ હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.

सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥

સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં

ભાવાર્થ “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.

सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥

સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥

ભાવાર્થ શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.

जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥

જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥

ભાવાર્થ યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.

तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥

ભાવાર્થ આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.

तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥

ભાવાર્થ આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.

जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥

ભાવાર્થ જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.

प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥

પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥

ભાવાર્થ આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.

दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥

દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥

ભાવાર્થ સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.

राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥

રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥

ભાવાર્થ આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.

सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥

ભાવાર્થ આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.

आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥

આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥

ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.

भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥

ભાવાર્થ હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.

नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥

ભાવાર્થ હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.

संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥

સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥

ભાવાર્થ જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.

सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥

સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥

ભાવાર્થ રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.

और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥

ભાવાર્થ આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥

ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥

ભાવાર્થ આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.

साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥

સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥

ભાવાર્થ હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.

अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥

સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥

ભાવાર્થ હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.

આઠ સિદ્ધિઆ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.

નવ નિધિઆ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.

राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥

રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥
ભાવાર્થ આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.

तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥

ભાવાર્થ આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.

अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥

સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥

ભાવાર્થ આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.

और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥

ભાવાર્થ હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.

संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥

ભાવાર્થ હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥

જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥

ભાવાર્થ હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.

जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥

જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥

ભાવાર્થ જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.

जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥

જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥

ભાવાર્થ ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.

तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥

તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥

ભાવાર્થ હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ‘ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.

पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥

પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥

ભાવાર્થ –­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

॥ इति ॥

॥ ઇતિ ॥

 

Advertisements

શ્રી ગણેશ યજ્ઞ

શ્રી ગણેશ યજ્ઞ 

कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।

ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન – ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.

॥ कलौ चंडी विनायकौ ॥

આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.

ગણેશ યજ્ઞનું મહત્વ

ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં “સંકષ્ટ નાશન” નામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ

विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम् ॥

વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હોમાત્મક ફળ

“દૂર્વાંકૂરો” થી (ધરો) હોમ કરનાર તે કુબેર જેવો ધનવાન બને છે.

“ડાંગર” થી હોમ કરે છે તે યશસ્વી તેમજ બુધ્ધિમાન બને છે.

એક હજાર “મોદક” (લાડુ) થી હોમ કરે છે તે વાંચ્છિત ફળ મેળવે છે.

જે “ઘી” અને “સમિધ” દ્વારા હોમ કરે છે તે દરેક વસ્તુ મેળવી શકે છે.

ગણેશ યજ્ઞમાં અગ્નિકુંડમાં મહાગણપતિનું આવાહન કરી ૧૦ બ્રાહ્મણો દ્વારા ગણેશ અર્થવર્શીષ સ્તોત્ર દ્વાર ૧૦૦૦ મોદકનો હોમ કરવામાં આવે છે.
સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે હવન, યજ્ઞ, યાગ આ દરેક શબ્દનો અર્થ એક જ થાય છે તેમ સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તે અલગ – અલગ છે.

હવન : જેમાં યજ્ઞ કુંડમાં ૧૦૦૦ થી ઓછી આહુતિ અપાય તેને હવન કહેવાય.

યજ્ઞ : જે યજ્ઞકુંડમાં ૧૦૦૦ થી વધારે આહુતિ અપાય તેને યજ્ઞ કહેવાય.

યાગ : જેમાં દસ હજાર કે તેથી વધુ આહુતિ અપાય તેને યાગ કહેવાય છે. જે ત્રણ, પાંચ, નવ, અગિયાર દિવસનો હોમાત્મક પ્રયોગ હોય છે.

શ્રી ગણેશ કથા વિવાહ

એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહ નો વિવાદ થયો. બંને  પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.

માતા-પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”

કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી એ ચતુરાઇ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે , જે કોઇ વ્યકિત માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યાના ફળ ની પ્રાપ્તિ થાય છે. માતા-પિતાનાં ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે.માતા-પિતા ગણેશ ની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.

વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’ અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહ નો ઉત્સવ ભવ્ય રીતે ઉજ્વ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિ ની કુખે ‘લાભ’ નામે પુત્રરત્ન નો જન્મ થયો.

આ બાજુ કાર્તિકેય ને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણાને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશ નો વિવાહ દેવાંશી રૂપવાળી બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ આપ્યો છે.કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇ ને વસ્યા. ત્યાર બાદ કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાશ થી દક્ષિણ માં આવી શ્રી શૈલ પર રહ્યાં.

કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પચે ઉદ્વેગથી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતાં. પુત્રવિયોગ અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર  ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’નામે જ્યોતિર્લિગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં. ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેય નાં દર્શને જતાં હતાં. કાર્તિકી પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેય નાં દર્શન કરે ચે તેને ઇષ્ઠસિદ્વિ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.

ગૌરીપુત્ર ગણેશ નો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં, ‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.

Om Jai Jagdish Hare – (ઓમ જય જગદીશ હરે )

Om Jai Jagdish Hare – (ઓમ જય જગદીશ હરે )

http://dl069.zshare.net/stream/034cebaa21593d6996ffde7199d9d70c/1313525268/93763306/Om%20Jai%20Jagdush%20Hare%20-%20Purab%20Aur%20Pacchim.mp3

Om Jai Jagdish Hare – (ઓમ જય જગદીશ હરે ) MP3

Devanagari Transliteration English Translation
जय जगदीश हरे
स्वामी* जय जगदीश हरे
भक्त जनों के संकट,
दास जनों के संकट,
क्षण में दूर करे,
ॐ जय जगदीश हरे
जो ध्यावे फल पावे,
दुख बिनसे मन का
स्वामी दुख बिनसे मन का
सुख सम्पति घर आवे,
सुख सम्पति घर आवे,
कष्ट मिटे तन का
ॐ जय जगदीश हरे
मात पिता तुम मेरे,
शरण गहूं मैं किसकी
स्वामी शरण गहूं मैं किसकी .
तुम बिन और न दूजा,
तुम बिन और न दूजा,
आस करूं मैं जिसकी
ॐ जय जगदीश हरे
तुम पूरण परमात्मा,
तुम अंतरयामी
स्वामी तुम अंतरयामी
पारब्रह्म परमेश्वर,
पारब्रह्म परमेश्वर,
तुम सब के स्वामी
ॐ जय जगदीश हरे
तुम करुणा के सागर,
तुम पालनकर्ता
स्वामी तुम पालनकर्ता,
मैं मूरख खल कामी
मैं सेवक तुम स्वामी,
कृपा करो भर्ता
ॐ जय जगदीश हरे
तुम हो एक अगोचर,
सबके प्राणपति,
स्वामी सबके प्राणपति,
किस विधि मिलूं दयामय,
किस विधि मिलूं दयामय,
तुमको मैं कुमति
ॐ जय जगदीश हरे
दीनबंधु दुखहर्ता,
ठाकुर तुम मेरे,
स्वामी ठाकुर तुम मेरे
अपने हाथ उठाओ,
अपने शरण लगाओ
द्वार पड़ा तेरे
ॐ जय जगदीश हरे
विषय विकार मिटाओ,
पाप हरो देवा,
स्वमी पाप हरो देवा,.
श्रद्धा भक्ति बढ़ाओ,
श्रद्धा भक्ति बढ़ाओ,
संतन की सेवा
ॐ जय जगदीश हरे
Om jaya Jagdisa hare
Swāmi* jaya Jagadiśa hare
Bhakta jano ke sankata
Dāsa jano ke sankata
Kśana men dūra kare
Om jaya Jagadiśa hare
Jo dhyāve phala pāve
Dukha bina se mana kā
Swami dukha bina se mana kā
Sukha sampati ghara āve
Sukha sampati ghara āve
Kashta mite tana kā
Om jaya Jagadiśa hare
Mātā pitā tuma mere
Śarana karu main kiski
Swāmi śarana karu mai kiski
Tuma bina aura na dūjā
Tuma bina aura na dūjā
Āśā karūn main jiski
Om jaya Jagadiśa hare
Tuma pūrana Paramātmā
Tuma Antarayāmi
Swāmi tuma Antarayāmi
Pāra Brahma Parameshwara
Pāra Brahma Parameshwara
Tuma saba ke swāmi
Om jaya Jagadiśa hare
Tuma karunā ke sāgara
Tuma pālana kartā
Swāmi tuma pālana kartā
Mai mūrakh khalakhāmi
Mai sevaka tuma swāmi
Kripā karo Bhartā
Om jaya Jagadiśa hare
Tuma ho eka agochara
Saba ke prānapati
Swāmi saba ke prānapati
Kisa vidhi milūn dayāmaya
Kisa vidhi milūn dayāmaya
Tuma ko main kumati
Om jaya Jagadiśa hare
Dīna bandhu dukha harata
Thākura tuma mere
Swāmi thākura tuma mere
Apane hāth uthao
Apani sharani lagāo
Dwāra padā hūn tere
Om jaya Jagadiśa hare
Vishaya vikāra mitāvo
Pāpa haro Devā
Swāmi pāpa haro Devā
Shradhā bhakti badhāo
Shradhā bhakti badhāo
Santana ki sevā
Om jaya Jagadiśa hare
Oh Lord of the whole Universe
Mighty Lord of the whole Universe
The agonies of devotees
The sorrows of devotees
In an instant, you make these go away
Oh Lord of the whole Universe
He who’s immersed in devotion
With a mind without sadness
Lord, with a mind without sadness
Joy, prosperity enter the home
Joy, prosperity enter the home
A body free of problems
Oh Lord of the whole Universe
You are my Mother and Father
Whom should I take refuge with
Lord,whom should I take refuge with
Without you, there is no other
Without you, there is no other
For whom I would wish
Oh Lord of the whole Universe
You are the ancient great soul,
You are the indweller
Lord, you are the indweller
Perfect, Absolute, Supreme God
Perfect, Absolute, Supreme God
You are the Lord of everything and everyone,
Oh Lord of the whole Universe
You are an ocean of mercy
You are the protector
Lord, you are the protector
I am a simpleton with wrong wishes,
I am a servant and you are the Lord
Oh Lord,Grant me your divine grace
Oh Lord of the Universe
You are the one unseen
Of all living beings
The Lord of all living beings
Grant me a glimpse
Grant me a glimpse
Guide me along the path to thee,
Oh Lord of the Universe
Friend of the helpless and feeble
Benevolent saviour of all
Lord, benevolent saviour of all
Lift up your hand
Offer me thy refuge
At thy feet
Oh Lord of the Universe
Removing earthly desires
Defeating sin,Supreme Soul,
Lord, defeating sin
With all my Faith and devotion
Oh Lord,With all my faith and devotion
In Eternal Service Unto Thee,
Oh Mighty Lord of the whole Universe

108 મણકાઓ ની માળા

માળાની અંદર 108 મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.

બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે.

જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-
જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10 હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.

108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના

9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.

આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800 છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.
શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10 હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108 મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય છે.