પર્ફોર્મન્સીસ

પર્ફોર્મન્સીસ

શેક્સપીયરે તેના પ્રારંભિક નાટકો કઈ કંપની માટે લખ્યા હતા તે સ્પષ્ટ નથીટાઇટસ એડ્રોનિકસની 1594ની આવૃતિનું મુખપૃષ્ઠ દર્શાવે છે કે આ નાટક ત્રણ જુદી-જુદી કંપનીઓ દ્વારા ભજવાયું હતું.1592-93માં આવેલા પ્લેગ (plagues) પછી શેક્સપીયરના નાટકો તેની પોતાની કંપની થીએટર (The Theatre) અને અને થેમ્સની ઉત્તરે શોરડિચ (Shoreditch)માં કર્ટેન (Curtain)માં માં ભજવવાના શરૂ થયા હતા.લંડનવાસીઓએ હેનરી-4નો પ્રથમ ભાગ જોવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા. લીઓનાર્ડ ડિગીસ (Leonard Digges)ની નોંધ મુજબ થીએટર રૂમમાં જગ્યા શોધવી અઘરી પડતી હતી.કંપનીનો જમીન માલિકો સાથે વિવાદ થતાં તેઓએ થીએટર બંધ કરી દીધું અને ગ્લોબ થીયેટર (Globe Theatre) બાંધવા માટે ટીમ્બરના લાકડાનો ઉપયોગ કર્યો. સાઉથવાર્ક (Southwark)માં થેમ્સના દક્ષિણ કિનારે અભિનેતાઓએ બનાવ્યું હોય તેવું આ પ્રથમ થીએટર હતું.ગ્લોબ થીએટર 1599ની વસંતમાં જુલિયસ સીઝરના નાટક સાથે ખૂલ્યું હતું, જે અહીં ભજવાયેલું પ્રથમ નાટક હતું. આમ શેક્સપીયરે 1599 પછી લખેલા મોટાભાગના નાટકો ગ્લોબ થીએટર માટે લખેલા હતા, તેમાં હેમ્લેટઓથેલો અને કિંગ લીયરનો સમાવેશ થાય છે.

લોર્ડ ચેમ્બરલીન્સ મેનને 1603માં કિંગ્સ મેન (King’s Men) તરીકે પુનઃનામાંકન કરીને તેઓએ નવા રાજા જેમ્સ (King James) સાથે ખાસ સબંધં બાંધ્યા હતા.પર્ફોર્મન્સનો રેકોર્ડ નબળો હોવા છતાં પણ કિંગ્સ મેને પહેલી નવેમ્બર 1604થી 31 ઓક્ટોબર 1605 વચ્ચે કોર્ટમાં શેક્સપીયરના સાત નાટક ભજવ્યા હતા. તેમાં મર્ચન્ટ ઓફ વેનિસનો સમાવેશ થાય છે.1608માં શિયાળામાં ઇન્ડોર બ્લેકફ્રિઆર્સ થીએટર (Blackfriars Theatre)માં પર્ફોમન્સ કર્યા પછી ગ્લોબમાં ઉનાળામાં પર્ફોમન્સ કર્યું હતું.જેકોબીયન (Jacobean) ફેશનના ઇન્ડોર સેટિંગમાં નાટ્ય શોખીનોને (masques) અપાયેલા સુંદર સ્ટેજના લીધે શેક્સપીયરને વધારે સ્ટેજ સામગ્રીની વધારે જરૂર હોય તેવા નાટકો કરવામાં મદદ મળી હતી.સિમ્બેલિનમાં ઉદાહરણ તરીકે જોઈએ તો જુપિટર (Jupiter) થંડર અને લાઇટિંગમાં ગરૂડ પર બેસીને ઉતરે છેઃ આ થંડરબોલ્ટ ઇફેક્ટ છે.ભૂત તેના ઘૂંટણીયે પડ્યું

શેક્સપીયરની કંપનીના અભિનેતાઓમાં પ્રખ્યાત રિચાર્ડ બર્બેગ (Richard Burbage), વિલિયમ કેમ્પ (William Kempe), હેનરી કોન્ડેલ (Henry Condell) અને જોન હેમિંગ્સ (John Heminges)નો સમાવેશ થાય છે.શેક્સપીયરના ઘણા નાટકોના પ્રથમ પર્ફોર્મન્સમાં બર્બેગે અગ્રણી ભૂમિકા નીભાવી છે, આ નાટકોમાં રિચાર્ડ-3હેમ્લેટઓથેલો અને કિંગ લીયરનો સમાવેશ થાય છે.લોકપ્રિય હાસ્ય કલાકાર વિલ કેમ્પે રોમિયા અને જુલિયટમાં નોકર પીટરની ભૂમિકા નીભાવી છે અને ડોગબેરી (Dogberry)માં મચ અડો અબાઉટ નથિંગમાં પણ બીજા પાત્રો છે.16મી સદીના અંતે તેમનું સ્થાન રોબર્ટ આર્મિને (Robert Armin) લીધું હતું, જેણે એઝ યુ લાઇકમાં ટચસ્ટોન (Touchstone) અને કિંગ લીયરમાં મૂરખની ભૂમિકા ભજવી છે.1613માં સર વિલિયમ વોટોન (Henry Wotton)ની નોંધ મુજબ હેનરી-8 એ ભવ્ય ઠાઠમાઠ અને સમારંભોના એકસ્ટ્રાઓર્ડિનરી સંજોગો પર મોટો પ્રકાશ ફેંક્યો હતો.આમ છતાં 29 જુનના રોજ ગ્લોબ થીએટરમાં કેનન સેટ આગમાં સપડાઈ ગયું અને તેના લીધે પૂરું થીએટર બળી ગયું. આ ઘટના શેક્સપીયરના નાટકની તારીખની ભાગ્યે જ જોવા મળતી ચોકસાઈ દર્શાવે છે.

 

Advertisements