પ્રફુલ્લ ચન્દ્રરાજ ‘પ્રેમ-ભક્તિ’નો મહાકવિ ન્હાનાલાલ.

 

તેમના જીવન વિશે

તા.16-3-1877ના રોજ જન્મેલા મૂળ વઢવાણના કુટુંબના ન્હાનાલાલ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ દલપતરામના પુત્ર હતા. કવિ ન્હાનાલાલને 15 વર્ષની વયે પિતા તરફથી કાવ્યદીક્ષા મળી હતી. પરંતુ ખૂબ જ તોફાની એવા આ પુત્રને તેમણે સાધુચરિત કાશીરામ દવે પાસે ભણવા મૂક્યા હતા.જેમણે જ્ઞાનસંસ્કારો આપીને એમની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. સદ્ ગુણી અને પ્રેમમૂર્તિ પત્ની માણેકબાએ પણ તેમના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

1901માં તેઓ ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. ત્યાર બાદ કેટલીક માનભરી નોકરી કરીને વીસ જ વર્ષ પછી નિવૃત્ત થઈ ગયા હતા. ત્યાર પછી તો તેઓ સંપૂર્ણ રીતે ‘શારદોપાસના’માં જ પ્રવૃત્ત રહ્યા હતા. ભારતના અસહકાર આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા, પરંતુ ગાંધીજી સાથે ન ફાવતાં પાછલાં પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા હતા.

એમની સૌ પ્રથમ કૃતિ ‘કેટલાંક કાવ્યો’ ભાગ-1 1903માં પ્રગટ થઈ હતી, જ્યારે 1946માં ‘હરિસંહિતા’ લખતાં લખતાં જ તેઓ ચિર વિદાય પામ્યા હતા. 43 વર્ષની આ શારદોપાસના કે શબ્દસાધનામાં તેમણે 60 પુસ્તકો ગુજરાતી સાહિત્યને ભેટ ધરી દીધાં હતાં !!

1845માં પિતા દલપતરામે પોતાની સૌ પ્રથમ કૃતિ ‘બાપાની પીપર’ રચના પ્રગટ કરી. અને પુત્ર ન્હાનાલાલે 1946માં પોતાની અંતિમ કૃતિ ‘હરિસંહિતા'(અપૂર્ણ) આપી. આમ પૂરાં એકસો એક વરસના વિશાળ પટમાં પિતા-પુત્રની આ વિરલ જોડીએ ગુજરાતી સાહિત્યને પોતાની આગવી શૈલી અને વિપુલ સર્જનોથી ભર્યું ભર્યું કરી દીધું હતું !

કવિ ન્હાનાલાલના પુરોગામીઓ એવા ગુજરાતી સાહિત્યજગતના ધૂરંધરોમાંના ગો.મા.ત્રિપાઠી, નરસિંહરાવ, રણજિતરામ, કે.હ.ધ્રુવ વગેરેમાંથી તેમણે ભરપુર માર્ગદર્શન લીધું હતું. છતાં મઝાની વાત એ હતી કે કવિએ જે સર્જન કર્યું તે આ સૌ પુરોગામીઓ કરતાં ઘણું ચડિયાતું સાબિત થયું હતું.

એમનાં સમગ્ર સર્જનને અત્યંત સંક્ષેપમાં જોઈએ તો –

 1. કવિતા  
  1. એમના વિપુલ કવિતાસર્જનમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે, ઊર્મિકાવ્યો. ઊર્મિકાવ્યોમાં અનેક પ્રકારો તેમણે અજમાવ્યા છે, જેમાં આત્મલક્ષી કાવ્યો, ગીતો, ભજનો, બાળકાવ્યો, રાસડા, હાલરડાં, લગ્નગીતો, કરુણ-પ્રશસ્તિ, વીરરસનાં કાવ્યો, અંજલિઓ વગેરેનો સમાવેશ થાય છે.
  2. દીર્ઘકાવ્યો-ખંડકાવ્યો તેમણે આપ્યાં છે પણ તે કાન્તનાં ખંડકાવ્યોની કક્ષાનાં નથી. એને ‘પ્રસંગકાવ્યો’ કહેવાયાં છે.
  3. મહાકાવ્યો-વિરાટકાવ્યો  કહી શકાય એવાં એપિક સ્વરૂપનાં મહાકાવ્યોનો પ્રશસ્ય પ્રયત્ન તેમણે કર્યો છે. અને ગુજરાતી સાહિત્યમાં તેઓ બહુમૂલ્ય ગણાયાં છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જાણીતાં છે.
 2. નાટકો
  1. તેમણે 14 જેટલાં ભાવપૂર્ણ નાટકો આપ્યાં છે. તેમાંની ડોલનશૈલી અને નાટકોની અંદર આવતાં ઊર્મિકાવ્યો કવિની વિશેષતા દર્શાવે છે. તેમાંની ડોલનશૈલી પાત્રોના વાચિક અભિનયને ઉપકારક બની રહી હતી.
 3. ગદ્યગ્રંથો 
  1. નવલકથા, નવલિકા, નિબંધ, રેખાચિત્રો, જીવનચરિત્રો, વ્યાખ્યાનો, ભાષાન્તરો અને વિવેચન વગેરે પ્રકારે તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. અને એટલે જ
Advertisements

હોઠ: વ્યક્તિત્વની ઓળખાણ ( Beuty Tips )

ગુજરાતી: મુખ્ય ઘુમ્મટની ચારે તરફ ચાર નાની છતરી...

ગુજરાતી: મુખ્ય ઘુમ્મટની ચારે તરફ ચાર નાની છતરીઓ, બાહ્ય શોભાની સાથે સાથે આંતરિક પ્રકાશ ની વ્યવસ્થા પણ કરે છે. हिन्दी: मुख्य गुम्बद के चारों ओर चार छोटी छतरियां, बाह्य शोभा के साथ साथ आंतरिक प्रकश की व्यवस्था भी करतीं हैं. (Photo credit: Wikipedia)

જેવી રીતે આંખો વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, તેવી રીતે હોઠ પણ કંઈ પણ કહ્યા વગર ઘણું બધું બોલી દે છે. ખરેખર, હોઠ તમારા પુરાયે વ્યક્તિત્વની જુબાની છે.

મોટા અને ફેલાયેલા હોઠ :

આવા વ્યક્તિ ચાલાક હોય છે. તેનામાં હંમેશા બનાવટી કે ઔપચારિક આદર, માન – સન્માનની અપેક્ષા તેમજ ફરિયાદ હોય છે. દેખાડો કે અહંકાર તેમની વાતોમાં જણાય છે.

જ્યાં – ત્યાં કરવું તથા કોની પાસેથી, કેવી રીતે રાઝ જાણી લેવો, એ આવડત તેનામાં ખૂબ હોય છે. ધનોપાર્જન કરવાની મુંજવણ તેમને ઘેરી વળેલી હોય છે. તેમની પહેરવા – ઓઢવાની રીતભાત સામાન્ય લોકો કરતા અલગ જ હોય છે.

નાના કે સંકોચાયેલા હોઠ :

આવા વ્યક્તિ અંતર્મુખી હોય છે. પોતાની અંગત તેમજ પ્રિય વસ્તુઓને બીજા કોઈ સાથે વહેંચવામાં તેમને આપત્તિ હોય છે. તેનામાં બદલાની ભાવના ભરેલી હોય છે.

નાની – નાની વાત પર રોવું, દુ:ખી થવું કે નારાજ થવું એ તેમની આદત હોય છે.

જીવનમાં અનિશ્ચિત પરિવર્તન તેના ઉત્થાન તેમજ પતનમાં સહાયક હોય છે.

મધ્યમ અને સાધારણ હોઠ :

આવા વ્યક્તિ ભાવુક ગુસ્સૈલ હોય છે. ખાવાના બહુ જ શોખીન હોય છે. આવા લોકો જીવનમાં ઉંચાઈઓ ઉપર પહોંચે તો છે, પરંતુ લાંબા સમય સુધી ટકી શકતા નથી કે ઇચ્છા હોવા છતાં સિદ્ધિઓના માધ્યમથી તેઓ બધું જ મેળવી શકતા નથી, જેની તેઓ ઈચ્છા રાખે છે.

મોટા હોઠ :

આવા વ્યક્તિ કલા તેમજ પ્રકૃતિ પ્રેમી હોય છે. તેઓ જનસંપર્કમાં આસાનીથી આવી જાય છે. નાની ઉંમરમાં અને થોડા સમયમાં અધિકની ચાહના તેમને પરિશ્રમી બનાવે છે.

બીજા કરતા કંઈક અલગ પોતાની આવડત પર કામ કરવાનું જુનુન તેમને સદા મજબૂત તેમજ ઊર્જાવાન બનાવી રાખે છે. તેઓ પોતે જ નક્કી નથી કરી શકતા કે ક્યારે શું જોઈએ છે.

આવા વ્યક્તિ પોતાની ભૂલ જલદી માનતા નથી. જેટલો જલદી તેમને ગુસ્સો આવે છે, તેટલો જ જલદી શાંત થઇ જાય છે.

અત્યધિક મોટા હોઠ :

આવા વ્યક્તિ આળસુ અને અલ્પ બુદ્ધિવાળા હોય છે. તેઓ વાત જલદી ભૂલી જાય છે. આત્મવિશ્વાસની ખામી કે માનસિક અસંતુલન તેમને સ્વતંત્ર રીતે જીવવામાં અવરોધ પહોંચાડે છે.

તેમનું જીવન કોઈપણ જાતના નિયમ, ઉદ્દેશ્ય કે યોજના વગર જ ચાલે છે. અસંભવ કાર્ય કરવાની શક્તિ ધરાવે છે.

પાતળા હોઠ :

આવા વ્યક્તિ ઓછા બોલા હોય છે. પોતાની ભૂલને કારણે તેઓ બીજાને મુશ્કેલીમાં નાખી દે છે. તેઓ પોતાને બધાથી સમજદાર કે પ્રામાણિક સમજે છે. દરેક વાતના મૂળ સુધી જવાની તેમની આદત હોય છે.

તેઓ બહુ વધારે ચંચળ તથા શરારતી હોય છે. તેમનો અવાજ બહુ જ મધુર હોય છે.

હોઠોના રંગ પરથી જાણો વ્યક્તિનો રાઝ :

ઉપર આપણે હોઠોના આકાર પરથી વ્યક્તિના વ્યક્તિત્વ વિષે માહિતી મેળવી, હવે હોઠોના રંગ પરથી વ્યક્તિના વ્યક્તિત્વને પારખો.

લાલ હોઠ :

લાલ હોઠ રાજયોગને દર્શાવે છે. આવા વ્યક્તિ પોતાની બુદ્ધિ તેમજ શક્તિનો પ્રયોગ ખુલીને કરી શકતા નથી.

ગુલાબી હોઠ :

ગુલાબી હોઠવાળી વ્યક્તિ પણ એશ્વર્યપૂર્ણ જીવનનું સુખ આપે છે. આવા વ્યક્તિ જિંદગીમાં ઊંચા સ્તર કે પદ પર પહોંચ્યા પછી પણ પોતાની વાસ્તવિકતાને ભૂલતા નથી.

સાધારણ કે સંમિશ્રિત રંગના હોઠ :

લાલ પણ નહિ ને ગુલાબી પણ નહિ તેવો મિશ્રિત રંગ હોવાનું કારણ આવી વ્યક્તિ જીવનમાં પણ મિશ્રિત સ્વભાવવાળી હોય છે.

સંબંધો તેમજ ઘર-પરિવારની જવાબદારીઓ તેમના કાર્યમાં કયારેક મુશ્કેલીઓ નાખે છે.

બીજાને ના કહેવામાં તેમને સંકોચ થાય છે.

કાળા રંગના હોઠ :

આવા વ્યક્તિ મંદ બુદ્ધિ કે મોટી બુદ્ધિવાળા હોય છે. ખોટું બોલવું, ચુગલી કરવી, તેમના વ્યવહાર અને ચરિત્રમાં શામેલ હોય છે.

તેમનો ખંત જ તેમનું ભાગ્ય બદલી શકે છે.

મેનિક્યોર (Manicure)

નેલની સંભાળ આજના સમયમાં ઘણી જ અગત્યની થઇ ગઈ છે. પોષણ, તંદુરસ્તી અને રોગ નેલના વધવા પર અસર કરે છે. નેલ આગળ અને ઉપર વધે છે. નેલ ઉનાળામાં વધારે ઝડપથી વધે છે. મેનિક્યોર દ્વારા નેલ અને હાથની માવજત કરી તેને સુંદર બનાવી શકાય છે.

મેનિક્યોર લેટીન શબ્દ છે, જેમાં ‘મેનિ’ એટલે હાથ અને ‘ક્યોર’ એટલે માવજત. હાથના દેખાવને સારી સ્થિતિમાં રાખવા માટે મેનિક્યોર કરવામાં આવે છે. મેનિક્યોમાં આવતા મસાજ હાથના કાંડાને ફ્લેક્સિબલ અને ડેલિકેટ બનાવે છે. તથા હાથની સ્કીનને રીંકલ પડવાથી બચાવે છે. હાથ અને આંગળાના બ્લડ સર્ક્યુલેશન વધારે છે. મેનિક્યોર વા, સાયનસ, શરદી અને ઉધરસમાં રાહત આપે છે. તે આરામદાયક હોવાથી તેનાથી ચિંતા અને ટેન્શન પણ દૂર થાય છે.

મેનિક્યોરમાં વપરાતાં સાધનો :-

 • નેલકટર
 • નેલફાઈલર
 • ક્યુટિકલ રિમૂવર, પુશર
 • અન્ડરનીથ રિમૂવર
 • ડસ્ટ રિમૂવર
 • શાર્પ ડસ્ટ રિમૂવર
 • ક્યુટિકલ નાઈફ
 • કોટન (રૂ)
 • શેમ્પૂ, સ્ક્રબ
 • નોર્મલ હોટ વોટર
 • નેલપોલિશ રિમૂવર
 • મસાજ ક્રીમ અથવા બોડિ લોશન
 • સોફટ હેન્ડબ્રશ
 • લેમન, સોલ્ટ, હનિ
 • નેપકિન
 • હાઈડ્રોજન પેરોક્સાઈડ
 • કલિંગ ફિલ્મ પેપર
 • ફિંગરબાઉલ
 • મેનિક્યોર માસ્ક
 • કોટન ગ્લોવ્ઝ

મેનિક્યોરના મસાજના સ્ટેપ્સ :-

જનરલ સ્ટ્રોકમાં બંને હાથથી ઉપર તરફ મસાજ કરવો.
બંને હાથથી કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
આંગળીઓ પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
પિંચિંગ મસાજ કરવો.
હથેળીની વચ્ચેથી આંગળી તરફ અંગૂઠાથી મસાજ કરવો.
રબિંગ કરવું.
આંગળીઓને હલકા હાથે વારાફરતી ખેંચવી.
મુઠ્ઠી વાળીને તેનાથી હથેળીમાં મસાજ કરવો.
કાંડા પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
વાઈબ્રેશન કરવું.
ટેપિંગ મસાજ કરવો.
બંને હાથને બેંગલની જેમ ગોળ કરી મસાજ કરવો.
કોણી પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
બધા જ નેલ્સ પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

મેનિક્યોર કરવાની રીત :-

મેનિક્યોર કરતાં પહેલા નેલપોલિશ રિમૂવ કરીને જરૂર હોય તો નેલ્સ કાપી લેવા.
નેલ્સને ફાઈલ કરીને બફર કરવું.
નોર્મલ હોટ વોટરમાં મેનિક્યોરનું શેમ્પૂ, લેમન, હનિ અને હાઈડ્રોજન પેરોક્સાઈડના 4 થી 5 ટીપાં નાખીને 10 થી 15 મિનિટ હાથ બોળાવી રાખવા.
હલકા હાથે સ્ક્રબ મસાજ કરી એ જ વોટરમાં હાથ વોશ કરવા.
નેપકિનથી હાથ લૂછી નેલ્સ પર ક્લીનઝિંગ ક્રીમ લગાવી ફક્ત નેલ્સ ઉપર જ મસાજ કરવો.
ક્યુટિકલ પુશર વડે ક્યુટિકલ્સ (નેલ્સની બાજુની વધારાની સ્કિન) ને પાછળ ધકેલવી. ત્યારબાદ બાજુમાંથી ક્યુટિકલ સાફ કરવા.
અન્ડરનીથ રિમૂવરથી નેલ્સને અંદરથી સાફ કરવા. ડસ્ટ રિમૂવરથી નેલ્સને સાઈડમાં સાફ કરવા.
હાથ ઉપર મેનિક્યોરનો એ.એચ.એ. સ્કિન લાઈટનિંગ માસ્ક લગાવવો. તેના પર ક્લિંગ ફિલ્મ પેપર ટાઈપ રેપ કરીને કોટન ગ્લોવ્ઝ પહેરાવવા.
આ માસ્કને 10 મિનિટ રાખીને ગ્લોવ્ઝ અને પેપર કાઢી નાખવાં. પછી રબ કરીને મસાજ કરવો. કોલ્ડ વોટરમાં હાથ વોશ કરાવવા. મસાજથી ડેડ સ્કિન નીકળી જશે.
ત્યારબાદ હાથ પર ક્રીમ અથવા બોડિ લોશન લગાવી ઉપર જણાવ્યા પ્રમાણે મસાજના સ્ટેપ્સ લેવાં. મસાજ 5 થી 10 મિનિટ કરવો. પછી નેલ્સની અંદરથી ક્રીમ લૂછીને બેઝકોટ નેલપોલિશ કરવી.